About Samaj

સ્થાપના : અમદાવાદમાં રહેતા દહેગામના જૈન સભ્યોએ સાથે મળીને સને ૧૯૬૪-૬૫ ના વર્ષમાં દહેગામ મિત્ર મંડળની

સ્થાપના અને ચેરીટેબલ ટ્ર્સ્ટ્માં રજીસ્ટ્રેશન કરાવ્યું. રજીસ્ટ્રેશન નંબર E-1334 Dated  10/06/1965.

વિકાસ : અમદાવાદ શહેરમાં સમય જતાં દહેગામ સમાજના જૈનોનું સ્થળાંતર થતાં સભ્ય સંખ્યા વધતી ગઇ અને મંડળનો

વિકાસ થતો ગયો. સને ૧૯૬૫માં આ સંખ્યા ૧૯૯ હતી જે ૧૯૯૨-૯૩ માં ૪૪૮ ની થઇ તે સને ૨૦૧૫ માં —– નો આંક વતાવી ગઇ.

હેતુ :    દહેગામ ગોળના અમદાવાદમાં રહેતા સભાસદોએ આર્થિક, સમાજીક, મેડીકલ અને શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થાય

તથા સબળ અને સક્ષમ સમાજની રચના થાય તેવા શુભ હેતુથી મંડળનું બંધારણ ઘડવામાં આવ્યું છે.

નોંધપાત્ર પ્રવ્રુત્તિઓ :(૧) પ્રતિ વર્ષ સમાજના તમામા સભ્યોનું મિલન સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ

પ્રસંગે સાંસ્ક્રુતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ ઉપરાંત ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે.

તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન : (૨) વિવિધ પરીક્ષાઓમાં વિશિષ્ટ સ્થાન મેળવનાર વિદ્યાર્થી ભાઇબહેનોને ઇનામ

આપી બહુમાન કરી પ્રોત્સહિત કરવામાં આવે છે.

બુક બેંક : આ યોજનામાં ધો.૧થી૧૦ માં અભ્યાસ કરતા જરૂરિયાતવાળા બાળકોને ૭૦% આર્થિક સહાય આપવામાં આવે છે.

આર્થિક સહાય : જે પરિવારોને આર્થિક સહાયની જરૂર હોય છે તેમને જુદી જુદી રીતે ખાનગી રાહે મદદ કરવામાં આવે છે.

નોટ્બુક્સ્નું વિતરણ : સસ્તા દરે ઉંચી ગુણવત્તાવાળી વ્યાજબી ભાવે વિદ્યાર્થીઓને નોટ્બુક્સ તથા ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે.

ડિરેક્ટરીનું વિતરણ : સભ્યશ્રીને  દરેકના કુટુંબના વડાની વિગત, સરનામું, ટેલીફોન નંબર વગેરે મળી રહે તે આશયથી
વખતો વખત ડિરેક્ટરી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

ટેલીફોન ડિરેક્ટરી, પત્ર વ્યવહાર વગેરે જુનવાણી બની રહ્યા છે તેથી સમયને અનુરૂપ સમાજના સ્ભ્યોની સંપુર્ણ અને છેલ્લામાં છેલ્લી માહિતી મળી રહે તે આશયથી આ માહિતી વેબસાઇટ ઉપર મૂકી છે.

 

ઇતિહાસ

ગાંધીનગર જીલ્લામાં આવેલું દહેગામ તાલુકા કક્ષાનું ગામ છે. જેની સન ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ૪૨૬૩૨ માણસોની છે. ઇ.સ. ૧૮૭૫માં ગાયકવાડી રાજ્યમાં તાલુકો બનાવવામાં આવેલો. દહેગામ ગાંધીનગરથી ૨૬ કિ.મી. અને અમદાવાદ થી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે. ગામનો વહીવટ નગરપાલિકા મારફતે કરવામાં આવે છે.

વર્ષો પહેલાં દહેગામ અને તેની આજુબાજુનાં ગામોમાં રહેતા જૈન કુટુંબોનો એક ગોળ (સમાજ) બનાવવામાં આવેલો. સમય જતાં ધંધા રોજગાર અને અભ્યાસ અર્થે છેલ્લા સોએક વર્ષ દરમિયાન આ સમાજ્ના સભ્યોનું સ્થળાંતર થતું રહ્યું. આ પૈકી સૌથી વધુ સ્થળાંતર અમદાવાદમાં થયું. સને ૧૯૬૪ ના વર્ષમાં આ સભ્યોએ પોતાનું એક મંડ્ળ સ્થાપ્યું અને તેને શ્રી દહેગામ મિત્ર મંડ્ળ નામ આપ્યું.